College of Veterinary Science & A.H.
Kamdhenu University, Anand-388001, Gujarat.
NATIONAL SERVICE SCHEME (NSS)
NSS ACTIVITIES
National Service Scheme (NSS)
College of Veterinary Science and Animal Husbandry, Anand
The National Service Scheme (NSS) is an Indian government-sponsored public service program conducted by the Ministry of Youth Affairs and Sports, Government of India. NSS scheme was launched on Gandhiji's Centenary year in 1969 by Union Education Minister V.K.R.V. Rao. The aim of the scheme was to develop student's personality through community services. National Service Scheme was initiated at College of Veterinary Science & Animal Husbandry since its inception with strength of 50 volunteers. Over the years the strength has been increased to 200 volunteers for regular activities and 100 volunteers for special camp.
NSS activities is compulsory prerequisite for three professional years to all the students of College of Veterinary Science & Animal Husbandry. At present, Dr. Y.G. Patel is serving as Programme Officer since April 01, 2024.
The College of Veterinary Science and Animal Husbandry, Anand had organized many NSS activities. The NSS volunteers of Veterinary College, Anand were actively participated in various NSS activities during the pandemic outbreak of corona virus (COVID-19) from their home under the guidance of NSS Programme Officer, Dean/Principal, Veterinary College, Anand and Dr. B.N. Patel, DSW, KU, Gandhinagar.
Dr. F.P. Savaliya, Principal, Veterinary College motivated NSS volunteers and extended guidance, help and support throughout the year to bring the NSS unit at new height by encouraging NSS Programme Officer and NSS Students.
Name of Institute: College of Veterinary Science and A.H., Anand
Name of NSS PO: Dr. Y.G. Patel
College Level NSS Advisory Constituted: Yes
NSS Orientation Programme: Yes
No. of Volunteers for the Year 2024-25: 180 Boys + 46 Girls = 226 Total
NSS activities Conducted During 2024-25
Sr. No. | Name of Activity | Date |
---|---|---|
1 | World No Tobacco Day - 2024 Celebration @ C.V.Sc. & A.H., Anand | 31-05-2024 |
2 | International Yoga Day 2024 celebration @ C.V.Sc. & A.H., Anand | 21-06-2024 |
3 | Tree Plantation Programme under the banner of “એક પેડ માં કે નામ” and Selfie with Saplings | 12-07-2024 |
4 | One NSS Volunteer Participated in NSS Day Celebration organized by Gujarat University, Ahmedabad | 22-24/09/2024 |
5 | Bharat Vikash Pratigya taken by NSS students | 08-10-2024 |
6 | Thalassemia Testing & Screening Programme for 1st Year Students of C.V.Sc. & A.H., Anand | 29-11-2024 |
7 | Cleanliness Campaign Conducted by NSS Unit at C.V.Sc. & A.H., Anand | 01-11-2024 |
8 | Cleanliness Campaign at Gulf of Khambhat: “Collection of Single Use Plastics from Beaches of the sea” | 02-11-2024 |
9 | Constitution Day Celebrated by NSS Volunteers | 26-11-2024 |
10 | Participated in NSS annual Review Meet via Google Meet - Presented annual report | 20-08-2024 |
11 | World Meditation Day Celebrated by NSS Unit | 21-12-2024 |
12 | NSS student participated in State Pre-RD Selection at Ahmedabad | 19-09-2024 |
13 | Registration of NSS students on My Bharat Portal | 17-08-2024 |
14 | PO participated in high-level NSS Meeting with Secretary (YA) and State Officers | 12-06-2024 |
15 | Mass pledge against drug abuse by NSS Volunteers | 12-08-2024 |
16 | PO attended training for Virtual Viksit Bharat Youth Parliament 2025 | 04-03-2025 |
17 | NSS Special Camp organized at Kanjari (Adopted) Village | 10-16-03-2025 |
એન.એસ.એસ. યુનિટ, વેટરનરી કોલેજ, કા.યુ., આણંદ દ્વારા શિબિરનું આયોજન કરાયું
એન.એસ.એસ. યુનિટ, વેટરનરી કોલેજ, કા.યુ., આણંદ દ્વારા દત્તક લીધેલ ગામ કણજરી, તા: નડિયાદ, જી: ખેડા ખાતે ખાસ શિબિરનું આયોજન તા: ૧૦/૦૩/૨૦૨૫ થી ૧૬/૦૩/૨૦૨૫ દરમ્યાન કરવામાં આવ્યું હતું. વેટરનરી કોલેજ, આણંદના આચાર્યશ્રી ડૉ. પી.એચ. ટાંકના માર્ગદર્શન હેઠળ કોલેજના પ્રથમ અને બીજા વર્ષમાં અભ્યાસ કરતા કુલ ૪૧ વિદ્યાર્થીઓએ આ સાત દિવસીય ખાસ શિબિરમાં ભાગ લીધો હતો.
“હું નહીં પણ તમે” ના સૂત્ર સાથે કાર્યરત એન.એસ.એસ. દ્વારા શેરી સફાઇ, શૈક્ષણિક જાગૃતિ, ગ્રામ સંપર્ક અને ગ્રામ સભા, સ્થાનિક સ્થળની મુલાકાત, રમણીય સ્થળની મુલાકાત, વૈજ્ઞાનિક વિચાર અને પ્રચાર દ્વારા પર્યાવરણ માટે વિકાસ અને સુરક્ષા, શ્રમ કાર્ય, ધાર્મિક કાર્ય, સામાજિક કાર્ય, સર્જનાત્મક અને સાંસ્કૃતિક પ્રવુત્તિ, તથા ખેલ-કુદ જેવી પ્રવુત્તિઓ સાંકળી લઈ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ભાથું તૈયાર કરે છે.
ખાસ શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે ડૉ. પી. એચ. ટાંક, આચાર્ય, વેટરનરી કોલેજ, કા.યુ., આણંદના અધ્યક્ષ સ્થાને, ડૉ. એસ.વી. શાહ, યુનિટ વડા, વી.એસ.એસ.આર. ઇ.યુ., અને શ્રી વિજયભાઇ પટેલ, પ્રમુખ, કણજરી નગરપાલિકાના મુખ્ય મહેમાન તરીકે અને ડૉ. જે.બી. નાયક, ચેરમેન, પી.જી.ટી.સી. અને વડા, વેટ. પેથોલોજી વિભાગ, ડૉ. એ. આર. અહલાવત, ચેરમેન, યુ.જી.ટી.સી. અને વડા, એ.જી.બી. વિભાગ, ડૉ. પી.જી. કોરીંગા, હોસ્ટેલ રેક્ટર અને વડા, વેટ. બાયોટેકનોલોજી વિભાગ સાથે શ્રીમતી જયશ્રીબેન મકવાણા, આચાર્યા અને શ્રી જયેન્દ્રસિંહ રાણા, મંત્રી, મહાત્મા ગાંધી વિદ્યાલય અને દત્તક ગામના અગ્રણી શ્રી મહેન્દ્રસિંહ રાણા વિગેરે આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિ રહી હતી. ઉદ્ઘાટન કાર્યક્રમના અંતે પોસ્ટર સ્પર્ધામાં વિજેતા બનેલા બીજા વર્ષના વિદ્યાર્થીઓ કુંદન નાઈ (પ્રથમ ક્રમ), કુ. દિવ્યા ખસિયા (બીજો ક્રમાંક) અને પ્રજાપતિ રુદ્ર (ત્રીજો ક્રમાંક) ને મેરીટ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.
આ સાત દિવસીય ખાસ શિબિરમાં ગામ જાગૃતિ રેલી, સ્વચ્છતા અભિયાન અને શ્રમ દાન, વ્યસન અને તેનાથી થતું નુકશાન (નશાબંધી અને આબકારી ખાતું, આણંદ દ્વારા વ્યાખ્યાન), મહાત્મા ગાંધી વિદ્યાલયના બાળકોને હડકવા રોગ વિષે જાણકારી (ડૉ. વી.આર. નિમાવાત, મદદનીશ પ્રાધ્યાપક, વેટ. માઇક્રોબાયોલોજી વિભાગ દ્વારા વ્યાખ્યાન), પ્રતિ સંચારિત રોગો અને તેનાથી મનુષ્યો પર થતી અસરો (ડૉ. જે.બી. નાયક, પ્રાધ્યાપક અને વડા, વેટ. પેથોલોજી વિભાગ, વેટ. કોલેજ, આણંદ દ્વારા વ્યાખ્યાન), અગ્નિશામક સિલિન્ડરોને ખોલવા માટેની મોકડ્રીલ, આપત્તિ સમયે પશુ વ્યવસ્થાપન, રસ્તા જાગૃતિ કાર્યક્રમ (એસ.એસ.એસ. યુનિટ, આણંદ દ્વારા પ્રવૃત્તિ), આયુર્વેદ અને તેની મનુષ્યો પર થતી સારી અસરો, ખોરાક ખાવાની સાચી રીત, દિનચર્યા સાથે કરવામાં આવતી શારીરિક કસરતો (ડૉ. ચિંતન ભટ્ટ, એસોસિયેટ પ્રોફેસર અને એન.એસ.એસ. પ્રોગ્રામ કોઓર્ડિનેટર, આયુર્વેદિક કોલેજ, નડિયાદ દ્વારા આપવામાં આવેલ વ્યાખ્યાન), રસ્તા સલામતી, નિયમો અને કુટુંબ પર થતી અસરો (શ્રી આર. એમ. ચૌધરી, ઇન્સ્પેક્ટરશ્રી, આર.ટી.ઓ, નડિયાદ, ખેડા દ્વારા આપેલ વ્યાખ્યાન), વૃક્ષારોપણ કાર્યક્રમ, કણજરી ચર્મ ઉદ્યોગ અને અમૂલ દાણ ફેક્ટરી અને વડતાલ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત, વિદ્યાર્થીઓ દ્વારા પશુપાલનને લગતા ફોલ્ડર અને લીફલેટની વહેંચણી સાથે વિસ્તરણ પ્રવુતિ તેમજ પશુપાલન કેમ્પ (ડૉ. શ્રીમતી નેહા રાવ, મદદનીશ પ્રાધ્યાપક અને વડા, વેટ. મેડિસિન વિભાગ, અને ડૉ. એ.એસ. પ્રજાપતિ, મદદનીશ પ્રાધ્યાપક, વેટરનરી કોલેજ, આણંદના સહયોગથી) નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ ૨૬૫ જેટલા પશુઓને સારવાર નો લાભ મળ્યો હતો (ગાય વર્ગના પ્રાણીઓ: ૧૩૫; ભેંસ વર્ગના પ્રાણીઓ: ૪૯ અને બકરી વર્ગના પ્રાણીઓ: ૮૧).
ખાસ શિબિરના અંતે વેટરનરી કોલેજ, કા.યુ., આણંદના આચાર્યશ્રી ડૉ. પી. એચ. ટાંક દ્વારા એન.એસ.એસ. ખાસ શિબિરના સર્વે વિદ્યાર્થીઓ તેમજ પ્રોગ્રામ ઓફિસર ડૉ. વાય.જી. પટેલને ઉત્કૃષ્ટ રીતે શિબિર પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
કાર્યક્રમના અંતે ડૉ. વાય.જી. પટેલ, પ્રોગ્રામ ઓફિસર, એન.એસ.એસ. દ્વારા ખાસ શિબિરના આયોજન માટે જરૂરી માર્ગદર્શન, પ્રોત્સાહન તેમજ પીઠબળ પૂરું પાડવા બદલ ડૉ. પી.એચ. ટાંક, આચાર્ય, વેટરનરી કોલેજ, કા.યુ., આણંદનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથો સાથ કણજરી ગામના પ્રમુખ શ્રી વિજયભાઇ પટેલ દ્વારા કરવામાં આવેલ ભોજન વ્યવસ્થા સાથે અન્ય જરૂરીયાતો પૂરી પાડવા બદલ તથા દત્તક ગામના અગ્રણી શ્રી મહેન્દ્રભાઇ રાણા દ્વારા આપવામાં આવેલ સંપૂર્ણ સહયોગ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. મહાત્મા ગાંધી વિદ્યાલયના આચાર્યશ્રી જેશ્રીબેન મકવાણા તેમજ મંત્રી જાયેન્દ્રસિંહ રાણા દ્વારા ખાસ શિબિર દરમ્યાન શાળાના કેમ્પસ તેમજ વર્ગખંડની ફેસીલીટી ઉપયોગ કરવા દેવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.